Get The App

ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે કાર્યવાહી

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે કાર્યવાહી 1 - image


Gir Somnath News: ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા પર પણ હવે સધન સુરક્ષાની ખાતરી કરાઇ રહી છે. જેના ભાગરૂપે અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદે લાઈટ અને લાઇન ફિશિંગ સામે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પુછપરછ હાથ ધરાઈ છે.  

4 બોટ માલિકો/સંચાલકો સામે ગુનો

મહત્વનું છે કે ગઇકાલે (13 ડિસેમ્બર) ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ ગીર સોમનાથ પોલીસે  કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દરીયાઇ પેટ્રોલિંગ દરમ્યાન ગેરકાયદેસર એલોઝન એલ.ઇ.ડી. લાઇટો રાખી લાઇટ ફિશિંગ કરતા 4 બોટ માલિકો/સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જે બાદ આજે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.


લાઈટ અને લાઇન ફિશિંગ પર ગાળિયો કસવાનો મુખ્ય ઉદ્દેશ્ય 

આ ચેકિંગનો મુખ્ય હેતુ ગેરકાયદે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ પ્રવૃત્તિઓ સામે એક્શન લેવાનો છે. મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં 112 કિમી લાંબો દરિયાઇ  વિસ્તાર ધરાવે છે. તેમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી પણ એક પડકારરૂપ છે. ત્યારે આજે (14 ડિસેમ્બર)ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી LCB, SOG અને મરીન પોલીસની સંયુક્ત ટીમોએ દરિયાની અધવચ્ચે ફિશિંગ બોટોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. 

આ પણ વાંચો: પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ

ફરી સરપ્રાઈઝ ચેકિંગની તૈયારી

જેમાં બોટમાં કોઈ ગેરકાયદે સાધન, સામગ્રી અથવા શંકાસ્પદ ગતિવિધિ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી બાદમાં ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગએ બાબત પણ સૂચવે છે કે દેશની દરિયાઈ સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સુરક્ષા એજન્સીઓ હાલ સતર્ક છે અને જરૂર જણાય ત્યારે આવી જ રીતે ફરી સરપ્રાઈઝ ચેકિંગની તૈયારીમાં પણ છે.