Baroda

વડોદરા: પોલો ક્લબની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ મતદારોનો ઉત્સાહ, નવ હોદ્દા માટે મતદાન

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાની પ્રતિષ્ઠિત પોલો ક્લબમાં આજે મેનેજિંગ કમિટીની 9 હોદ્દા માટે ચૂંટણી યોજાઈ. 4,000થી વધુ સભ્યો મતદાન કરી રહ્યા છે. સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ચાલનારી આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મેહુલ ઝવેરી અને કશ્યપ શાહ વચ્ચે સીધી ટક્કર છે. ડેમોક્રેસી ગ્રુપે અગાઉના શાસન પર ₹30 કરોડના નુકસાનનો આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: પોલો ક્લબની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ મતદારોનો ઉત્સાહ, નવ હોદ્દા માટે મતદાન

Vadodara Polo Club Election: વડોદરાની પ્રતિષ્ઠિત પોલો ક્લબમાં આજે મેનેજિંગ કમિટીની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. ક્લબના તબીબો, વકીલો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન સહિતના હાઈપ્રોફાઈલ સભ્યો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે.

ચૂંટણીમાં પ્રમુખ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ પાંચ કમિટી સભ્યો સહિત કુલ નવ હોદ્દા માટે મતદાન થઈ રહ્યું છે. ક્લબના એક સભ્યને કુલ નવ મત આપવાનો અધિકાર છે. ક્લબમાં 4,000થી વધુ સભ્યો નોંધાયેલા છે. સવારે 10:00 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા બપોરે 1:00 વાગ્યા સુધી ચાલશે.
પ્રમુખ પદ માટે ડેમોક્રેસી ગ્રુપના મેહુલ ઝવેરી અને ગ્રુપ એસના કશ્યપ શાહ વચ્ચે સીધી ટક્કર છે. વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે નીતિન ચોકસી અને અનુજ નગરશેઠ આમને-સામને છે. ટ્રેઝરર પદ માટે ડેમોક્રેસી ગ્રુપના કૃશાંગ રેવર સામે એસ ગ્રુપના સાહિલ જયેશ રાવ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સેક્રેટરી પદ માટે શૈલેષ પટેલ અને ગૌરવ નાણાવટી વચ્ચે જંગ જામ્યો છે. ઉપરાંત પાંચ કમિટી સભ્યો માટે પણ બંને જૂથોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
ડેમોક્રેસી ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર મેહુલ ઝવેરીએ દાવો કર્યો હતો કે, એસ ગ્રુપ સત્તામાં હતું ત્યારે સંસ્થાને નકામા કામોના કારણે અંદાજે રૂ. 30 કરોડનું નુકસાન થયું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ વખતે તેમની પેનલના તમામ નવ ઉમેદવારો મતદારોના આશીર્વાદથી બહુમતી સાથે વિજયી બનશે.