Get The App

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ 1 - image

- ટ્રાન્સપોર્ટરો, મજૂરો સહિત અંદાજે 40 હજારથી વધુ લોકોની આજીવિકા પર અસર

- ઊંચા ઉત્પાદન ખર્ચ સામે ટકી રહેવું અશક્ય : ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા સબસિડી અપાય તો જ સિરામિક ઉદ્યોગ બચશ

થાન :  દેશભરમાં સેનેટરીવેર માટે જાણિતો થાનનો સિરામિક ઉદ્યોગ છેલ્લા એક મહિનાથી ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે નુકસાનીનો માર સહન કરી રહ્યો હતો.  રમિયાન ગુજરાત ગેસ કંપનીએ સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો પ્રતિ ક્યુબિક મીટર ભાવમાં રૂ.૪૬.૦૬નો વધારો કરતા ભાવ રૂ.૪૭થી વધીને રૂ.૮૮એ પહોંચતા ઉદ્યોકારોની હાલત કફોડી બની છે. 

થાનમાં નાના-મોટા ૩૦૦ જેટલા સિરામિક યુનિટ હાલ યુદ્ધનને પગલે ગેસની અછતના લીધે મુશ્કેલીમાં મુકાયો છે. યુદ્ધના કારણે સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના જથ્થામાં વપરાશના ૫૦ ટકા ગેસનો જથ્થો અને ત્યારબાદ રજુઆત કરતા ૮૦ ટકા ગેસનો જથ્થો પૂરો પડાતો હતો. જેના કારણે ઘણા એકમો બંધ થયા હતા. તેવામાં ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.૪૬.૦૬નો વધારો ઝીંકી દેવાતાં ઉદ્યોગકારો ઉપર રૂ.૧૧.૦૬ કરોડનો બોજો આવશે. પહેલા જે એક કિલો ગેસનો ભાવ જીએસટી વગર રૂ.૪૧.૪૦ હતો તે હવે રૂ.૮૮એ પહોચી ગયો છે. જીસએટી સાથે આ ભાવ ૯૫ રૂપિયાની આસપાસ પહોંચી જશે.

ગુજરાત ગેસ દ્વારા એક પત્ર પાંચાળ સિરામિક એસોશિએસનને મોકલ્યો હતો. જેમાં ગુજરાતે ગેસ એપ્રિલ માસમાં ગેસ રૂ.૮૦થી ૮૫ રૂપિયા લેખે આપી શકશે તેમ જણાવ્યું હતું હતું. તેમજ એપ્રિલ માસમાં કેટલો ગેસની જરૂર પડશે તે અંગે જણાવવા કહ્યું હતું. જે અંગે થાન ખાતે સિરામિક એસોસિએશનની બેઠક યોજાઈ હતી જેમાં ગેસના ભાવ વધારા, ઉત્પાદન, વેચાણ, હાલની સિરામિક ઉત્પાદનની ડિમાન્ડ સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં સિરામિક ઉદ્યોગ ચાલી શકે તેમ નહીં હોવાથી ટૂંક સમયમાં તમામ સિરામિક ઉદ્યોગ બંધ થવાની શક્યતા છે. ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા સબસિડી અપાય તો જ હવે આ ઉધોગ બચે તેમ છે.

પાંચાળ સિરામિક એસોસિએશનને જણાવ્યું હતું કે સાનના સિરામિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૪૦ હજાર લોકો સંકળાયેલા છે. જો, ગુજરાત ગેસ નેચરલ ગેસનો ભાવ ૪૧થી વધારી ૫૦થી ૫૫ રૂપિયા કરે તો ઉદ્યોગકારો નહીં નફો નહીં નુકસાનના ધોરણે એકમ શરુ રાખી શકે છે જેના કારણે હજારો લોકોને રોજી રોટી મળી રહે છે.  ઉલ્લેખનીય છે કે થાન સિરામિક ઉદ્યોગમાં દૈનિક ૨.૮૦ લાખ પ્રતિ ક્યુબિક મીટર ગેસની ખપત છે.