Get The App

હાઇવે પર ડમ્પરના પૈંડા તળે કચડાઇ જતા ગેરેજ માલિકનું મોત

અકસ્માત પછી રોડ પર ડમ્પર છોડીને ભાગી ગયેલા ડ્રાઇવર સામે ગુનો દાખલ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
હાઇવે  પર ડમ્પરના  પૈંડા તળે કચડાઇ જતા ગેરેજ માલિકનું  મોત 1 - image

 વડોદરા,હાઇવે  પર જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજની વચ્ચે ડમ્પરના તોતિંગ પૈંડા મોેપેડચાલક પર ફરી વળતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.

જાંબુવા  હાઇવે  પાસે સન ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૮ વર્ષના દોલતરામ ઉર્ફે દોલતરાય નારુરાય પંચાલ જાંબુવા તરસાલી હાઇવે રોડની વચ્ચે ઉદય મોટર બોડી વર્ક્સ નામનું ગેરેજ ચલાવે છે. આજે સવારે તેઓ ટુ વ્હિલર લઇને કામ માટે નીકળ્યા હતા. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજની વચ્ચે બળિયાદેવ મંદિરની ચોકડી પાસે એક ડમ્પર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. ડમ્પરના આગળના પૈંડા તેઓના માથા પર ફરી વળતા તેઓનું કચડાઇ જતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત પછી ડમ્પર સ્થળ પર છોડીને ડ્રાઇવર ભાગી ગયો હતો. કપુરાઇ પોલીસે  આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.