Gujarat
શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો મળ્યો
By GS TEAM
7 Sep 20251 min read

વડોદરા, તા.7 પશ્ચિમ બંગાળથી પોરબંદર તરફ જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ૧૦ કિલોથી વધુ વજનનો ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે કોલકત્તાથી પોરબંદર તરફ જતી શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે એસઓજીના સ્ટાફના માણસો ચેકિંગ માટે ચડયા હતાં અને વિવિધ કોચમાં તપાસ કરતા હતા ત્યારે અડાસ રેલવે સ્ટેશન બાદ એસ-૬ અને એસ-૭ કોચ વચ્ચેના કોરિડોરમાં એક બિનવારસી કાળા રંગની બેગ જણાઇ હતી.
આ બેગ કોની છે તે અંગે પૂછપરછ કરવા છતાં તેનો કોઇ માલિક નહી મળતા પોલીસે આખરે બેગ ખોલીને તપાસ કરતાં અંદરથી તીવ્ર વાસ મારતો ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ રૃા.૧.૦૨ લાખ કિંમતનો ૧૦ કિલો અને ૨૨૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.








