Get The App

ગાંધીનગર: વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ, બાળકીને કાને બહેરાશ આવી ગઈ હતી

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર: વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ, બાળકીને કાને બહેરાશ આવી ગઈ હતી 1 - image


Gandhinagar News: ગાંધીનગર વસંતકુવર બા સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીને લાફો મારનાર આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને 3 વર્ષની સાદી કેદ ફટકારી કોર્ટે કડક સંદેશ આપ્યો છે, જેમાં ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 248(2) હેઠળ દોષિત ઠેરવી ગાંધીનગરની સીજેઆઈ કોર્ટે 3 વર્ષ અને 3 મહિનાની સાદી સજા ફટકારી છે જ્યારે JJAની કલમ 75 હેઠળ 1 વર્ષની સજાનો આદેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત 25,000-25,000 રૂપિયાનો સાદો દંડ પણ ફટકાર્યો છે.

વિદ્યાર્થિનીને કાને બહેરાશ આવી ગઈ હતી

મહત્વનું છે કે ગાંધીનગરની વસંતકુવર બા સ્કૂલમાં વર્ષ 2020માં આ ઘટના બની હતી, જેમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને શિક્ષિકાએ હોમવર્ક ન કરવાના કારણે ગુસ્સે ભરાઈને કાન બહેરા પાડી દે તેવા લાફા ફટકાર્યા હતા. ડાબા કાનમાં ગંભીર ઈજા થતાં વિદ્યાર્થિનીને બહેરાશની તકલીફ પણ પડી ગઈ હતી.

1973ની કલમ 248(2)હેઠળ સજા

આ ઘટનામાં ફોજદારી કાર્યવાહી હેઠળ 1973ની કલમ 248(2)) હેઠળ આરોપી શિક્ષિકાને દોષિત ઠેરવવામાં આવ્યા છે. IPCની કલમ 325 હેઠળ સજાપાત્ર ગુના માટે ૩ વર્ષ અને ૩ મહિનાની સાદી કેદ અને રૂ. 25,000 (પચીસ હજાર રૂપિયા નો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરોક્ત દંડની રકમ ન ચૂકવવા બદલ, આરોપીને વધુમાં 15 દિવસની સાદી કેદ ભોગવવી પડશે. CrPC ની કલમ 357 મુજબ દંડની સંપૂર્ણ રકમ પીડિતને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવાનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં થયું મોત

JJAની કલમ હેઠળ 1 વર્ષની સજા

તો બીજી JJAની કલમ 75 હેઠળ સજાપાત્ર ગુના માટે 1 વર્ષની સાદી કેદ અને રૂ. 25,000/- (પચીસ હજાર રૂપિયા માત્ર) દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દંડની રકમ ન ચૂકવવા બદલ, આરોપીને વધુમાં વધુ 15 દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે. CrPCની કલમ 357 મુજબ દંડની સંપૂર્ણ રકમ પીડિત (PW5) ને વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. CrPCની કલમ 428 મુજબ, આરોપીએ જેલમાં વિતાવેલો સમય, જો કોઈ હોય તો કુલ સજાના સમયગાળા સામે સરભર કરવામાં આવશે.

આ સજા શિક્ષકો માટે દાખલારૂપ છે, આદેશથી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણના નામે બાળકો પર શારીરિક અત્યાચાર થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.