Get The App

ગાંધીનગર: બજેટના વિરોધમાં AAPનો દેખાવ, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા ધારાસભ્ય હેમંત ખવા

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર: બજેટના વિરોધમાં AAPનો દેખાવ, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા ધારાસભ્ય હેમંત ખવા 1 - image


AAP Protest In Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને 'ગામડા વિરોધી' ગણાવી આજે (19મી ફેબ્રુઆરી) આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સચિવાલય ખાતે દેખાવ કરવામાં આવ્યું હતું. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સવારે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભા પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

ગામડાઓ સાથે અન્યાયનો આક્ષેપ

વિધાનસભા બહાર બેનરો સાથે દેખાવ કરતા હેમંત ખવાએ સરકાર પર આંકડાકીય ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'રાજ્યમાં 52 ટકા વસ્તી ગામડાઓમાં વસે છે, છતાં તેમને માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે તેની સામે 48 ટકા શહેરી વસ્તી માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરીને સરકારે ગામડાઓ સાથે અન્યાય કર્યો છે.' AAPના મતે આ બજેટ માત્ર ઉદ્યોગપતિઓ અને શહેરી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયું છે.

આ પણ વાંચો: GSSSBની લેટેસ્ટ અપડેટ: જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર ભરતી, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવાઈ

ચૈતર વસાવાએ બજેટને 'નિરાશાજનક' ગણાવ્યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકારના બજેટને આકરા શબ્દોમાં વખોડ્યું હતું. તેમણે જણાવ્યું કે, 'આ બજેટમાં ખેડૂતો, બેરોજગાર યુવાનો અને મધ્યમ વર્ગના લોકો માટે કોઈ નક્કર જોગવાઈ નથી. સરકારે જે 'અમૃતકાળ'ના બજેટની વાત કરી છે તે સામાન્ય માણસ માટે માત્ર નિરાશા લઈને આવ્યું છે.'

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય હેમંત ખવા જ્યારે ટ્રેક્ટર લઈને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. આપના કાર્યકરોએ 'ખેડૂત વિરોધી આ સરકાર'ના નારા લગાવી બજેટમાં સુધારો કરવાની માંગ કરી હતી.