Gujarat

ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

By GS TEAM
31 Mar 20261 min read
ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વડોદરા,ચેક રિટર્ન અને ભરણ પોષણના કેસમાં નાસતા ફરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

આજવારોડ જય યોગેશ્વર ટાઉનશિપમાં રહેતા મનિષ લાલુભાઇ ગઢવી ભરણ  પોષણ ચૂકવવામાં નિષ્ફળ થતા અદાલતે તેને ૭ મહિનાની સજા કરી હતી. ત્યારબાદ તે નાસતો ફરતો હોઇ અદાલતે તેની સામે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. દરમિયાન બાપોદ પોલીસે મળેલી માહિતીના આધારે મનિષ ગઢવીને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક કેસમાં ચેક રિટર્નના કેસમાં ૧ વર્ષની સજા થયા પછી નાસતા ફરતા આરોપી પ્રતિકકુમાર વજેસિંગ રાઠવા (રહે. રાજનગર, ડભોઇ રોડ)ને કપુરાઇ  પોલીસે ઝડપી પાડયો છે.