Get The App

મોડીરાત્રે બર્થડે ઉજવવા ગયેલા મિત્રો પર તલવારથી હુમલો

હોકીથી હુમલો કરી કાન કરડી લીધો : જાનથી મારી નાખવાની ધમકી આપી

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
મોડીરાત્રે બર્થડે ઉજવવા ગયેલા મિત્રો પર તલવારથી હુમલો 1 - image

 વડોદરા,તરસાલી વિસ્તારમાં બર્થડેની ઉજવણી માટે ગયાલે મિત્રો પર તલવાર અને હોકીથી  હુમલો કરવામાં આવ્યો હતો. એક આરોપીએ તો કાન કરડી લીધો હતો. મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તરસાલી શિવાલય રેસિડેન્સીમાં રહેતા એન હેર સલૂનની દુકાનમાં કામ  કરતા ૨૪ વર્ષના ્અમુલ લિબાંભાઇ યેસીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ૨૫ તારીખે મારા મિત્ર આકાશ સંજયભાઇ સોમવંશી (રહે. ભવ્ય દર્શન સોસાયટી, બંસલ મોલની સામે, દંતેશ્વર) ની બર્થડે  હોઇ હું તથા અન્ય મિત્રો આકાશની સોસાયટીમાં ઉજવણી માટે ગયા હતા.  તે દરમિયાન યોગેશ વસાવા તથા  ક્રિસ વારકે ટુ વ્હિલર લઇને નીકળ્યા હતા.અહીંયા કેમ ભેગા થયા છો ?તેવું પૂછતા અમે જણાવ્યું કે, આકાશની બર્થડે હોઇ કેક  કાપવા તથા ફટાકડા ફોડવા ભેગા થયા છે. અમારી વાત સાંભળીને યોગેશે એકદમ ઉશ્કેરાઇને ગાળો બોલી માર મારવાની ધમકી આપી હતી. દરમિયાન થોડે દૂર પોલીસની ગાડી આવતી દેખાતા તેઓ નીકળી ગયા હતા. બર્થડેની ઉજવણી કર્યા  પછી હું તથા મારો મિત્ર સુનિલ રાજપૂત બાઇક પર બેસીને ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં યોગેશ વસાવા, સુનિલ વસાવા તથા ક્રિસ વારકેએ અમને રોક્યા હતા. યોગેશે  ગાળો બોલી ધમકાવતા કહ્યું કે, તમને ના  પાડવા છતા સોસાયટીના નાકા પાસે કેમ બર્થડેની ઉજવણી કરી,યોગેશે તલવાર જેવા  હથિયારથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી. સુનિલે હોકીથી હુમલો કરી કાન પર બચકું ભરી લીધું હતું. ક્રિસ વારકેએ વચ્ચે પડીને અમને છોડાવ્યા હતા.