પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રોને અકસ્માત નડ્યો : બીટેકના વિદ્યાર્થીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પરીક્ષા પૂરી થયા બાદ ફરવા ગયા હતા. પરત આવતી વખતે અકસ્માતમાં તેઓની કાર પલટી જતા તેઓની ઇજા થઈ હતી જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. ઝારખંડના હજારીબાગ જિલ્લામાં નયા ટાન્ડ ખાતે રહેતા ગેરેજ મિકેનિક મુરલી ડેગન મહતોનો પુત્ર ઓમ પ્રકાશ ઉંમર વર્ષ 21 વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
તેઓની પરીક્ષા પૂરી થતાં ગત 24મી તારીખે ઓમ પ્રકાશ તથા તેના મિત્રો શુભમ રાજ પ્રત્યુશ કુમાર, મોનુ તથા હર્ષ નિરાલા કાર ભાડે લઈને ફરવા ગયા હતા. હાલોલ તરફ ફરીને તેઓ વહેલી સવારે પરત યુનિવર્સિટી પર આવતા હતા. વહેલી સવારે 5:00 વાગે યુનિવર્સિટીથી થોડીક જ દૂર રસ્તા વચ્ચે કૂતરો આવી જતા કાર ચલાવતા વિશાલ મિશ્રાથી સ્ટેરીંગ પર કાબૂ નહીં રહેતા કાર ખાડામાં પલટી ગઈ હતી. લોકોએ દોડી આવી કારમાંથી તમામને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઓમ પ્રકાશના માથામાં તેમજ કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજાઓ થતા કાનમાંથી લોહી નીકળતું હતું. સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે તેનું મોત થયું હતું. પોલીસે કારચાલક વિશાલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી








