Gujarat

સંજય રાઉતના કેસમાં સંડોવણીનું કહીને સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કર્યા

By GS TEAM
16 Nov 20251 min read
સંજય રાઉતના કેસમાં સંડોવણીનું કહીને સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કર્યા

અમદાવાદ, રવિવાર

શહેરના થલતેજમાં રહેતા  સિનિયર સિટીઝન  અને દાણીલીમડામાં રહેતા યુવત સાથે સાયબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. જેમાં સિનિયર સિટીઝનની સંડોવણી સંજય રાઉતના ૬૦ લાખના છેતરપિંડીના કેસમાં હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી આચરી હતી.

શહેરના થલતેજમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે થોડા દિવસ પહેલા તેમને અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાની ઓળખ મુંબઇ ક્રાઇમબ્રાંચના અધિકારીની તરીકે આપીને જણાવ્યું હતું કે  તમારા વિરૂદ્ધ  કોલાબા પોલીસ સ્ટેશનમાં કેસમાં સંજય રાઉત અને તેના માણસોના ૬૦ લાખના કેસમાં સંડોવણી છે. તમે સિનિયર સિટીઝન છો. જેથી તમને ડીજીટલ એરેસ્ટ કરવા પડશે. ત્યારબાદ અન્ય વિડીયો કોલ આવ્યો હતો અને તેમને પોલીસના ડ્રેસમાં રહેલા વ્યક્તિએ ડીજીટલ એરેસ્ટ છો તેમ જણાવીને તેમના ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા. 

અન્ય બનાવમાં  દાણીલીમડામાં રહેતા મોહમ્મદઝૈદ મેમણ નામના ૨૦ વર્ષના યુવકે રોકાણમાં સારા વળતરની લાલચમાં આપીને આઠ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.