વડોદરાઃ યુકેના વર્ક પરમિટના નામે એક યુવક સાથે રૃ.૧૦.૬૫ લાખની છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પાલેજના સીમળીયારોડ પર આનસાબ પાર્કમાં રહેતા ઝાકીરભાઇ અફીણવાળાએ પોલીસને કહ્યું છે કે,મારા પુત્રને યુકેના વર્ક પરમિટ જોઇતા હોવાથી વિઝા એજન્ટ અમૃત મણીભાઇ પટેલ(નવઘરીવાસ,રાજપુર,કડી, મહેસાણા)ને વાત કરી હતી.
વડોદરાના મુજમહુડા વિસ્તારમાં સિગ્નેટ હબ ખાતે આવેલી અક્ષર કન્સલટન્સી નામની ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. એજન્ટે ઓફર લેટર,ઇમિગ્રેશન એપ્લિકેશન અને હેલ્થ ઇન્સ્યોરન્સના પત્રો મોકલ્યા હતા. પરંતુ ચેકલિસ્ટ મોક્લ્યું નહતું.આમ,પૈસા લીધા પછી પણ વિઝાનું કામ નહિ કરતાં જેપી રોડ પોલીસે ગુનો નોંધ્યો છે.


