- બે મહિલા સહિત 6 લોકો સામે બોટાદ પોલીસમાં ફરિયાદ
- રૂ. 2.05 લાખમાં દસ્તાવેજ કરી આપી મકાન સુપ્રત કરી 6 લોકોએ વિશ્વાસઘાત કર્યો
ભાવનગર : બોટાદના પાળીયાદ રોડ પર રહેતા આધેડને મકાન બતાવી લોન હોવાનું જાણતા હોવા છતાં દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત કરી રૂ. 2 કરોડની છેતરપિંડી આચરી હતી.
બોટાદના પાળીયાદ રોડ પર આવેલ ગોવિંદ પાર્કમાં રહેતાં હીનાબેન સુરેશભાઈ ધોળકિયાના પતિ સુરેશભાઈ ધોળકિયાને મકાન લેવું હોય આજથી પોણા ચારેક માસ પહેલા તપાસ કરતા હતા. તે દરમ્યાન નોલીવાળા મહાસુખભાઈ ઘનશ્યામભાઇ રાજગોરે બોટાદ પાળીયાદ રોડ ખાતે પંજવાણી વે-બ્રીજ સામે ગોવિંદપાર્કમા આવેલ બોટાદ રેવન્યુ સર્વે નં.૧૦૩૫/૧ જેમા આવેલ પ્લોટ નં.૦૧ જે ૩૭૭.૪૩ ચો.મીટરનું છે. તે મકાન બતાવેલ જે મકાન સુરેશભાઈને ગમી જતા વેચાણથી લેવાનુ નક્કી કરેલ જે મકાન હનુ માત્રાભાઈ ખાચર (રહે.નોલીવાળા )ના નામનો દસ્તાવેજ હતો અને હંસાબેન કનૈયાલાલ પાટડીયાનાઓના નામનુ બોટાદ રેવન્યુ સર્વે નં ૧૦૩૫/૧ જેમા આવેલ પ્લોટ નં. ૦૧ જે ૩૭૭,૪૩ ચો.મીટરના બાંધકામ ઉપર સુનીલ કનૈયાલાલ પાટડીયા, કલ્પેશભાઇ કનૈયાલાલ પાટડીયા, હંસાબેન કનૈયાલાલ પાટડીયા, અરૂણાબેન સુનીલભાઇ કનૈયાલાલ પાટડીયા, કનૈયા લાલજીભાઈ પાટડીયાની સંયુક્ત રીતે પ્રોપરાઈટફર્મ વતી સુનીલ કનૈયાલાલ પાટડીયા (રહે. તમામ બોટાદ) ની એચડીએફસી બેંકની લોન હોવાનુ જાણતા હોવા છતા હનુ માત્રાભાઈ ખાચરે લોન બાબત છુપાવીને મકાન વેચાણપેટે આપી સુરેશભાઈને દસ્તાવેજ કરી આપ્યો હતો. આમ હનુ માત્રાભાઈ ખાચર મકાન પર લોન હોવાનું જાણતા હોવા છતાં દસ્તાવેજ કરી આપી સુરેશભાઈ સાથે રૂ.૨,૦૫,૦૦,૦૦૦ ની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે હિનાબેને બે મહિલા સહિત છ શખ્સ વિરૂધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


