Get The App

ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકના કારણે ચાર ટ્રેનો રદ્દ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકના કારણે ચાર ટ્રેનો રદ્દ 1 - image

પશ્વિમ રેલવેના વડોદરા વિભાગ હેઠળના ડભોઈ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગ કાર્ય માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવવાનો હોવાથી તા. ૭ અને ૮ માર્ચે ચાર ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રતાપનગર એકતાનગર મેમૂ, એકતાનગર - પ્રતાપનગર મેમૂ, છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર અને પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે.