Get The App

અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો 1 - image

ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

રક્ષાબંધનના તહેવારમાં ઝઘડો થયો હોવાની દાઝ રાખી માર મારી ધમકી આપી

ભાવનગર -  કરચલિયાપરા વિસ્તારમાં યુવાનને રક્ષાબંધનના તહેવાર સમયે શખ્સ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હોવા છતાં ચાર ઈસમે યુવાન પર લાકડી, છરી અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કરચલિયાપરા બજરંગ અખાડા પાછળ આવેલ પોપટનગર ખાતે રહેતા રોનકભાઈ શંકરભાઈ વાજાને મોહિત વાજા સાથે રક્ષાબંધનના તહેવાર ઉપર ઝઘડો થયો હતો અને આ બાબતે સમાધાન પણ થઈ ગયેલ હતું તેમ છતા તેની દાઝ રાખી મોહિત વાજા, શંકર બારૈયા અને બે અજાણ્યા ઈસમોએ રોનકભાઈને ફોન કરીને બોલાવી ચારેય શખ્સેએ એકસંપ કરી રોનકભાઈને ઢીકાપાટુથી મુંઢમાર મારી છરી તથા લાકડાના ધોકાથી માર મારી ઈજા પહોચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે રોનકભાઈએ ચાર શખ્સ વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.