Get The App

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા

જુગારીઓ પાસેથી ૨,૩૧૦ રોકડા રૃપિયા કબજે

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા 1 - image

વડોદરા,ફતેપુરા ધૂળધોયાવાડા પોલીસે  રેડ કરતા જુગારીઓ  પોલીસને જોઇને તેઓ ભાગવા લાગ્યા હતા.  પોલીસે કોર્ડન કરીને ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં (૧) ઇનાયત ગનીભાઇ વ્હોરા  (પાંજરીગર મહોલ્લો, ફતેપુરા)  (૨) નજમુ નઇમભાઇ સૈયદ (રહે. મહાવત ફળિયા, હાથીખાના) (૩) એઝાઝ મુસાભાઇ શેખ (રહે.પટેલ ફળિયા, હાથીખાના) (૪) સરફુદ્દીન ઉર્ફે શરીફ બાપુ નુરૃદ્દીન સૈયદ (રહે.ધૂળધોયાવાડ, ફતેપુરા) નો સમાવેશ થાય છે. પોલીસે તેઓની  પાસેથી ૨,૩૧૦ રોકડા રૃપિયા કબજે લીધા છે.