Get The App

જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા 1 - image

Jamnagar Court : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી વચ્ચે એક મહત્વપૂર્ણ કેસમાં સેશન્સ કોર્ટે પુર્વ કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીની વચગાળાની જામીન અરજી રદ કરી છે, જેના પગલે હવે મામલો હાઈકોર્ટ સુધી જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

 વોર્ડ નં.12ના પુર્વ કોર્પોરેટર સામે અગાઉ પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલા અને હત્યાના પ્રયાસના કેસમાં ગુનો નોંધાયો હતો, જેમાં તેઓ હાલ જેલમાં છે. આવનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા તા.6 થી 11 દરમિયાન વચગાળાના જામીન માગવામાં આવ્યા હતા.

 જે અરજીમાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદ રાજકીય દ્વેષથી કરવામાં આવી છે, અને ઉમેદવારી ફોર્મ ભરવું બંધારણીય અધિકાર છે, જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાથી જામીન પર મુક્ત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા પર અસર થઈ શકે છે.

 કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી જામીન અરજી નામંજૂર કરી છે. હવે આ મામલો તાત્કાલિક હાઈકોર્ટમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.