Get The App

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ 1 - image

જામનગર શહેરના દી-પ્લોટ 45 વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂપિયા 4.05 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના નિર્દેશ મુજબ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા પ્રતિબંધિત દારૂ અંગે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન સર્વેલન્સ સ્કવોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે આર.આર. મોલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ખંભાળિયા નાકા તરફથી આવતી હ્યુન્ડાઈ આઈ-20 કાર (જીજે-03-એચઆર-3486)ને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે દી-પ્લોટ ૪૫ સ્થિત જૈન દેરાસરવાળી ગલીમાં કાર સહિત તેને ઝડપી લીધો હતો.

કારની તપાસ કરતાં વિદેશી દારૂની 44 બોટલ અને 241 ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂની કિંમત રૂ. 1,00,677, કારની કિંમત રૂ. 3,00,000 અને મોબાઈલ ફોનની કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 4,05,677નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આફ્રિદી ઉર્ફે આફ્રિદ મહેબૂબભાઈ દરજાદા (ઉ.વ. 27), રહે. શંકરટેકરી, સુભાષપરા, જામનગર નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં દારૂ સપ્લાય કરનાર તરીકે નાજીર ઉર્ફે નાજલો, રહે. શંકરટેકરી, જામનગરનું નામ સામે આવ્યું છે. તે હાલ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમગ્ર કાર્યવાહી સીટી ‘એ’ ડિવિઝન પોલીસના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ અને પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.