Gujarat

વડોદરામાં મતદાન પૂર્વે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની ફૂટમાર્ચઃફાયરબ્રિગેડે તમામ બૂથનું ચેકિંગ કર્યું

By GS TEAM
25 Apr 20261 min read
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની ફૂટમાર્ચઃફાયરબ્રિગેડે તમામ બૂથનું ચેકિંગ કર્યું

 વડોદરાઃ વડોદરા શહેરમાં મતદાન પૂર્વે અર્ધ લશ્કરી દળો સાથે સ્થાનિક પોલીસે અનેક વિસ્તારોમાં ફૂટમાર્ચ કરી બહારથી આવેલા જવાનોને સંવેદનશિલ વિસ્તારોથી પરિચિત કરાવાયા હતા.

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી ઉપરાંત વડોદરા શહેરની હદમાં જિલ્લા પંચાયતની ૭ બેઠક તેમજ તાલુકા પંચાયતની ૧૩ બેઠકોનો સમાવેશ થતો હોવાથી મોડી સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર પોલીસની ટીમોએ પોઝિશન લઇ લીધી હતી.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાત્રે પેટ્રોલિંગ પણ કર્યું હતું.

કોઇ પણ મતદાન મથક પર શોર્ટ સર્કિટ કે આગનો બનાવ ના બને તેની તકેદારી રૃપે વડોદરા ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફે જુદીજુદી ટીમો મોકલીને ફાયર સેફ્ટીની તપાસ કરાવી હતી.કેટલાક મતદાન મથક પર ફાયરના સાધનો પણ મુકવામાં આવ્યા હતા.

આવી જ રીતે આવતીકાલે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ પોલીટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગરૃમમાં મુકાનાર હોવાથી ત્યાં પણ બે ફાયર એન્જિન સાથે ફાયર બ્રિગેડની બે ટીમો મુકવામાં આવી છે.જે ચૂંટણીના પરિણામો જાહેર નહિ થાય ત્યાં સુધી રહેશે.