વડોદરાઃ આગામી રવિવારે મહાશિવરાત્રી નિમિત્તે નીકળનારી શિવજી કી સવારીના રૃટ પર આજે સશસ્ત્ર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
તા.૧૫મીએ મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવનાર હોવાથી શહેરમાં શિવજી કી સવારી સહિત ૨૩ જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત તમામ નાના મોટા શિવાલયોમાં પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
શિવજી કી સવારીમાં હજારો ભક્તો જોડાતા હોવાથી આજે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ અને કાફલા સાથે પગપાળા રૃટ નું નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત બીજા કાર્યક્રમોના આયોજકો સાથે પણ પોલીસે મીટિંગ કરી હતી.જ્યારે,રૃટ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.આવતી કાલે પણ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવશે.


