Gujarat

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢોકળાના નમૂના લેવાયા

By GS Team
20 Aug 20251 min read
This article was originally published on 20 Aug 2025
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ઓફિસરો દ્વારા ખાણી પીણીની આઠ દુકાનોમાં ચેકિંગ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢોકળાના નમૂના લેવાયા

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં ખાણીપીણીની 8 દુકાનો પર ઇન્સપેક્શન કરીને દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢોકળાના 10 નમુના તપાસવા માટે લીધા હતા.

કોઠી ચાર રસ્તા પ૨ આવેલ શ્રી ગોવર્ધન ડેરીમાંથી ગાયનું દૂધ અને ઘીનો નમૂનો લીધો હતો. માંજલપુર વિસ્તારમાં સોહમ ડેરીમાંથી દૂધનો નમુનો લીધો હતો. ખોડીયાર નગર વિસ્તારમાં-અંબીકા ખમણની દુકાનમાં જઈ ચણાદાળનો નમૂનો લીધો હતો. સ૨દા૨ એસ્ટેટની પાછળ તન્ના બેકરીમાં ચેકિંગ કરી માખણીયા બીસ્કીટનો નમૂનો લીધો હતો. સ૨દા૨ એસ્ટેટની પાછળ રેસ્ટોરન્ટ-અલીફ હોસ્પિટાલીટી, ઝેપ્ટો, વાસણા જકાતનાકા ૫૨ નટ્સ એન્ડ ડીલાઇટમાં ઈન્સપેક્શનની કામગીરી કરી હતી. અહીંથી જીરૂ(આખુ)નો નમુનો લીધો હતો. નીઝામપુરા જલારામ લસ્સી સેન્ટર એન્ડ ખમણ હાઉસમાં ચેકિંગ કરીને સીંગતેલ, પ્રીપેડ ખમણ, મસાલા અને ઢોકળાના નમૂના લીધા હતા.