Get The App

શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ખોરાકશાખાના દરોડા

૧૦ ખાદ્ય યુનિટ પર ઇન્સપેક્શનઃ બેસન, હળદર, મરચું, ચોરીના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ખોરાકશાખાના દરોડા 1 - image

મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા આજે શહેરમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલ યુનિટોમાં આકસ્મિક ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

શહેરના જી.આઈ.ડી.સી. મકરપુરા, ગોરવા, નીઝામપુરા મેન રોડ, ઓલ્ડ પાદર રોડ, સનફાર્મા રોડ તથા સરદાર એસ્ટેટ- આજવા રોડ વિસ્તારમાં આવેલી લારી, દુકાન, કેટરિંગ, રેસ્ટોરન્ટ સહિત કુલ ૧૦ યુનિટ પર ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું.

આદરમિયાન બેસન, હળદર, મરચું, ધાણા પાવડર, અથાણાનો મસાલો, ચા, તેલ તેમજ તૈયાર ખાદ્યપદાર્થ દાળચાટ કચોરી સહિત કુલ ૨૧ ખાદ્યપદાર્થોના નમૂનાઓ લઈ પૃથક્કરણ અર્થે ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત જી.આઈ.ડી.સી.મકરપુરા વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ હનુમાન ફુડ્સ પ્રા.લી. ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તેમજ અનહાઇજેનીક સ્થિતિ જોવા મળતા શિડ્યુલ-૪ મુજબની નોટિસ આપી રૂ. ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.