સુરતની પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર જાગ્યું, રાજ્યભરમાં 386 સ્થળે તપાસ, 102ને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Hostel Canteen Inspection Drive: સુરતની પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર જાગ્યું છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષાન ધ્યાનમાં રાખી આરોગ્ય મંત્રીએ રાજ્યભરમાં હોસ્ટેલ અને કેન્ટીનની સઘન તપાસ હાથ ધરવા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રને સૂચના આપી હતી. આ મામલે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી 386 હોસ્ટેલ/કેન્ટીનમાં તપાસ કરી હતી. જેમાંથી 102ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી છે.
હોસ્ટેલ/કેન્ટીનમાં સઘન ચેકિંગ
- તપાસ કરેલી હોસ્ટેલ/કેન્ટીનની સંખ્યા: 386
- સરકારી: 100
- અર્ધ સરકારી: 71
- પ્રાઇવેટ: 213
- ઇમ્પ્રુવમેન્ટ નોટીસની સંખ્યા: 102
- નમુનાની સંખ્યા: 194
- સ્વંયભુ બંધ: 18
- લાઈસન્સ સસ્પેન્ડ: 2
તપાસ દરમિયાન જ્યાં સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સંબંધિત ખામીઓ જણાઈ ત્યાં સંચાલકોને જરૂરી સુધારાત્મક પગલાં લેવા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 194 નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેની વધુ તપાસ અને વિશ્લેષણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્ત્વો સામે આગામી સમયમાં પણ આવી જ સઘન અને કડક કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.




