Gujarat

ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ

By GS TEAM
12 Sep 20251 min read
ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ

વડોદરા,વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા.૬ થી ૧૧ સુધી ખાદ્યપદાર્થો સાથે જોડાયેલ વેપારીઓના ૩૭ ખાદ્યપદાર્થોના યુનિટ પર ચેકીંગની કામગીરી કરી ૧૮ નમુના લેવાની કામગીરી કરી હતી.

તેલ, ચા, મીઠાઈ,ઘી, હળદળ પાવડર, પનીર, છોલે ચણા વગેરેના ૧૮ નમૂના લીધા

શહેરનાં જુદા - જુદા વિસ્તારોમાંથી ચા, સીંગતેલ, પનીર દાલફાય, ગુલાબજાંબુ, પનીર, પાસ્તા, છોલેચણા મસાલા, મરચા પાવડર, ઘી, મીક્ષ ચવાણુ, હળદળ પાવડર, તુવેરદાળ, મગદાળ, ગાયનું દૂધ વગેરેના નમૂના લીધા હતા. ઓલ્ડ પાદરા રોડ, માંજલપુર, ગોત્રી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ પાછળ, ન્યુ સમા રોડ, વાઘોડિયા રોડ વિગેરે વિસ્તારોમાં આ ચેકિંગ કર્યું હતું. 

આ ઉપરાંત બે સ્થળે પ્રિ-ઈન્સ્પેક્શન અને ૩૫ સ્થળે પોસ્ટ ઈન્સ્પેક્શન કરાયું હતું.