Gujarat

દારુની મહેફીલ માણતા ચાર લોકો રંગે હાથે પકડાયા

By GS TEAM
31 Mar 20261 min read
દારુની મહેફીલ માણતા ચાર લોકો રંગે હાથે પકડાયા

 અમદાવાદ, મંગળવાર

ગુજરાતમાં દારુ બંધીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા હોવાનો કિસ્સો શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં કેટલાક લોકો દારુની મહેફીલ માણી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી  અને પોલીસે અનીલ ચાર રસ્તા પાસે એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડયો હતો જ્યાં શેડમાં ઉપરના માળે દારુની મહેફીલ માણતા ચાર લોકો રંગે હાથે પકડાયા હતા.

વિડિયા વાયરલ થતાં પોલીસે હરકતમાં આવી નસ્તાની બાઇટિંગ સાથે યુવકો દારુ પીવામાં મશગુલ હતા

શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે. કો. યોગેશભાઇએ પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા જયેશભાઇ પટેલ તથા મદનલાલ સાલવી અને પિયુષભાઇ ચોવડીયા તેમજ શૈલેષભાઇ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે મેસેજ મળ્યો હતો કે અનીલ ચાર રસ્તા પાસેના મારુતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કેટલાક લોકો દારુની મહેફીલ માણી રહ્યા છે. 

જેને લઇને સ્થળ ઉપર જઇને દરોડા પાડતાં શેડમાં ઉપરના માળે ચાર લોકો કુંડાળું કરીને દારુ પીતા રંગેં હાથ પકડાયા હતા. પોલીસ ગઇ ત્યારે નાસ્તાની બાઇટિંગ સાથે દારુની મહેફીલ માણી રહ્યા હતા તમામ લોકોની આંખોે લાલ ચોળ હતી. શહેર કાટડા પોલીસે ચારેય સામે મહેફીલનો કેસ કરીને તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.