Get The App

રબ્બર સોસાયટી નજીક માતા - પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
રબ્બર સોસાયટી નજીક માતા - પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો 1 - image

એક મહિલા સહિત પાંચ લોકો સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ

માતા - પુત્ર સ્કૂટર પર જતા હતા ત્યારે કાર મહિલાને પગે અડી જતા મામલો બીચક્યો

ભાવનગર-  એકટિવા સ્કુટર લઈને સુભાષનગર ચોકથી શિવાજી સર્કલ તરફ જતા માતા પુત્ર રબ્બર સોસાયટીના નાકા પાસે કાર સ્કૂટર પર જઈ રહેલ મહિલાને અડી ગઇ હતી.અને કાર ચાલક સાથે માથાકૂટ થઈ જતા એક મહિલા સહિત પાંચ લોકોએ માતા પુત્રને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

શિવાજી સર્કલ પાસે આવેલ શહેર ફરતી સડક શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નિલેશભાઈ ભુપતભાઈ ધાપા તથા તેની માતા ગીતાબેન  એકટિવા સ્કુટર લઈને સુભાષનગર ચોકથી શિવાજી સર્કલ તરફ જતા હતા ત્યારે રબ્બર સોસાયટીના નાકે પહોંચતા રોડ પર ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્પીડથી ચલાવી જતા ગીતાબેનને પગના ભાગે કાર ભટકાઈ હતી.તેવામાં નિલેશભાઈએ કાર ચાલકને જોઇને ચલાવવાનુ કહેતા કારના ચાલક કેવલ ઝાપડિયાએ માર મારી ઇજા પહોંચાડી હતી.દરમિયાનમાં કેવલ ઝાપડિયા અને ત્રણ અજાણ્યા ઇસમ અને એક અજાણી ીએ નિલેશભાઈને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.તેમાં માતા ગીતાબેન પુત્રને બચાવવા જતા ગીતાબેનને થપાટ તેમજ ચંપલ વડે માર મારી ઈજા કરી ગાળો આપી કાર ચાલકે જતા જતા મને પોલીસ ફરિયાદ કરીશ તો જીવતો નહી મુકુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.માતા - પુત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે નિલેશભાઈએ એક મહિલા સહિત પાંચ લોકો વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.