Gujarat
આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી
By GS TEAM
8 May 20261 min read

વડોદરા,વૈષ્ણોદેવી દર્શન કરવા ગયેલા ટયુશન ક્લાસ સંચાલકના ઘરના તાળા તોડી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી.
આજવારોડ સયાજી ટાઉનશિપ નજીક રાજદીપ ટેનામેન્ટમાં રહેતા પંકજભાઇ સુરેશચંદ્ર શર્મા ટયુશન ક્લાસ ચલાવે છે. ગત ૨૯ મી એપ્રિલે તેઓ પરિવાર સાથે વૈષ્ણોદેવી મંદિરે દર્શન કરવા ગયા હતા. ગત છઠ્ઠી તારીખે તેમના બનેવીએ ચોરી થયાની જાણ કરી હતી.તે અંગે પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી. ગઇકાલે સવારે પંકજભાઇ ઘરે આવ્યા પછી ઘરમાં તપાસ કરી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ચોર ટોળકી તેમના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ચોરી કરી ગઇ હતી. ચોર ટોળકી સાડા છ તોલા વજનના સોનાના દાગીના,ચાંદીની વસ્તુઓ તથા રોકડા દોઢ લાખ મળી કુલ પાંચ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.









