Gujarat

મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા

By GS TEAM
11 Apr 20261 min read
મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા

ભાવનગર, - તળાજા ખાતે રહેતા સંગીતાબેન હિતેશભાઈ મકવાણાએ બગદાણા પોલીસ મથકમાં ભાવેશ (રહે.તળાજા) વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ તથા તેમના ગામના લોકો જીજે-૦૪-એડબલ્યુ-૫૦૨૮ નંબરની આઈસરમાં મજુરી કામ ગયા હતા ત્યારે ઓથા ગામ પાસે આઈસરના ડ્રાઈવર ભાવેશભાઈએ ગાડી પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ગઈ હતી. જેના કારણે ગાડીમાં સવાર પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે ભાવેશભાઈ અકસ્માત સર્જી નાસી ગયા હતા. આ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધ્યો છે.