Gujarat

વડોદરામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા રાત્રે ઠેર-ઠેર જળબંબાકાર

By GS TEAM
28 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરામાં કારતક માસમાં અષાઢી ભાદરવો ઋતુ બેસી હોય તેવો માહોલ છેલ્લા ત્રણ દિવસથી સર્જાયો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા રાત્રે ઠેર-ઠેર જળબંબાકાર

Vadodara Rain Update : વડોદરામાં કારતક માસમાં અષાઢી ભાદરવો ઋતુ બેસી હોય તેવો માહોલ છેલ્લા ત્રણ દિવસથી સર્જાયો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે વડોદરામાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. રાત્રિ દરમિયાન જ ચાર ઇંચ જેટલો શહેરમાં વરસાદ ખાબકતા કારેલીબાગ, દાંડિયા બજાર, રાવપુરા, એમ.જી રોડ સહિતના વિસ્તારોમાં તેમજ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા જેના પગલે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. 

પુન નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ જિલ્લામાં સાવલી તાલુકામાં 21, વાઘોડિયામાં 32, ડભોઇમાં 15, પાદરામાં 47, કરજણમાં 43, સિનોરમાં 28 તેમજ ડેસરમાં 51 મીમી વરસાદ ખાબક્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં કુલ 110 ટકા વરસાદ વડોદરા શહેર તેમજ જિલ્લામાં પડ્યો છે.