Get The App

કાલાવડના મોરીદડ ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ પકડાયા

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડના મોરીદડ ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ પકડાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ જુગારીઓની અટકાયત કરી લીધી છે.

 કાલાવડ ગ્રામ્ય પોલીસે ગઈકાલે મોરીદડ ગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મનજીભાઈ રૂડાભાઈ પાતર, અશ્વિનભાઈ ઝીણાભાઈ સરમાળી, ભાવેશ સવજીભાઈ મોરી, જયંતીભાઈ ખોડાભાઈ પરમાર અને ચેતન મનસુખભાઈ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપીયા 4,390 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.