Gujarat

છાણી ગામ પાછળ નવી બનતી સાઇટ સામે જુગાર રમતાં 5 પકડાયા,3 વોન્ટેડઃ2 લાખની મતા કબજે

By GS TEAM
1 Mar 20261 min read
છાણી ગામ પાછળ નવી બનતી સાઇટ સામે જુગાર રમતાં 5 પકડાયા,3 વોન્ટેડઃ2 લાખની મતા કબજે

વડોદરાઃ છાણી ગામ પાછળ બની રહેલી સાઇટ સામે જાહેરમાં જુગાર રમી રહેલા જુગારિયાઓ ને પકડવા છાણી પોલીસે દરોડો પાડતાં નાસભાગ મચી હતી.જે દરમિયાન પાંચ જણા પકડાઇ ગયા હતા.જ્યારે  ફરાર થયેલા ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસે પકડેલા જુગારીયાઓમાં(૧) ભરત અંબાલાલ રાણા(જયનારાયણ કુંજ સો.,છાણી)(૨)નિલેશ રાજુભાઇ રાણા(રાણા વાસ,છાણી),(૩) દિપક રણછોડભાઇ વાઘેલા (જાદવપાર્ક,ફતેગંજ પોલીસ સ્ટેશન પાછળ), (૪) બ્રિજરાજ સેવારામ કઠેરીયા(સંતોક નગર,ફતેગંજ પો.સ્ટે.સામે) અને(૫) પરેશ રમેશભાઇ રાણા(રાણાવાસ,છાણી)નો સમાવેશ થાય છે.

જ્યારે,ચિરાગ ઉર્ફે ખંભાતી જગદીશ ભાઇ રાણા(છાણી,રાણાવાસ),વીક્કી શર્મા (છાણી જકાતનાકા) અને કેવલ પૂનમભાઇ રાણા(છાણી ગામ)ની શોધખોળ જારી છે. પોલસે સ્થળ પરથી રોકડા રૃ. ૨૮૧૬૮, ચાર મોબાઇલ,સાત ટુવ્હીલર મળી રૃ.બે લાખની મતા કબજે કરી હતી.