Gujarat

ડોળાસા વિસ્તારના માછીમારો પગપાળા 150 કિલોમીટરનું અંતર કાપીને ઘરે પહોંચ્યા

By GS Team
2 Apr 20201 min read
This article was originally published on 2 Apr 2020
ડોળાસા વિસ્તારના માછીમારો પગપાળા 150 કિલોમીટરનું અંતર કાપીને ઘરે પહોંચ્યા

ડોળાસા, તા. 2 એપ્રિલ 2020 ગુરૂવાર

લોકડાઉનને કારણે માછીમારીના ઉદ્યોગને પણ માઠી અસર પડી છે. એવા સંજોગો વચ્ચે પોરબંદર, જખૌ, માંગરોળ વગેરે દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજી મેળવતા ઉના-કોડીનાર તાલુકાના હજારો માછીમારો વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવાને કારણે સંકટમાં મૂકાયા છે. 

વાહન ન મળવાને કારણે એવા અનેક માછીમારોએ પગપળા જ વતનની વાટ પકડી હતી. છેક 150 કિલોમીટરનું અંતર કાપીને પણ આવા અનેક માછીમારો વતન કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં પહોંચ્યા હતા.