Gujarat

વડોદરામાં પહેલી વખત રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ શરૂ, 17 IPS અધિકારીઓ હાજર

By GS Team
24 Sep 20241 min read
This article was originally published on 24 Sep 2024
TukuTouch Logo
વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થતાં 17 જેટલા આઈપીએસ અધિકારીઓ તેમાં હાજર રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પહેલી વખત રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ શરૂ, 17 IPS અધિકારીઓ હાજર

Crime Conference at Vadodara : વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થતાં 17 જેટલા આઈપીએસ અધિકારીઓ તેમાં હાજર રહ્યા છે. 

રાજ્યના પોલીસવાળાએ વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાતી હોય છે. પરંતુ આ વખતે રાજ્ય પોલીસવાળાએ નવી પ્રથા શરૂ કરી છે અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. 

જે અંતર્ગત આજે વડોદરા ખાતે પહેલી વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું છે. રાજ્યના પોલીસવડા પોલીસ ભવન ખાતે આવી પહોંચતા શહેર પોલીસ કમિશનર દ્વારા તેમનું પુષ્પગુચ્છ તેમજ બેન્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઈમ કોન્ફરન્સ મોડી સાંજ સુધી ચાલશે અને તેમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ક્રાઈમ રેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.