Gujarat

વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમાં વિવાદ

By GS TEAM
4 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનમાં નવું બોર્ડ સત્તા પર આવ્યા બાદ પ્રથમ સ્થાયી સમિતિની બેઠકનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અગાઉના વર્ષોની જેમ જ કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતના કામો રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા ખાનગી એજન્સી પાસે વૃક્ષારોપણના કામમાં એક કોન્ટ્રાક્ટરનો ભાવ 30 ટકા ઓછા અને અન્ય એક કોન્ટ્રાક્ટરના 18.98% ઓછા ભાવના ટેન્ડર આવ્યા છે જેને કારણે વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમાં વિવાદ

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં નવું બોર્ડ સત્તા પર આવ્યા બાદ પ્રથમ સ્થાયી સમિતિની બેઠકનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અગાઉના વર્ષોની જેમ જ કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતના કામો રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા ખાનગી એજન્સી પાસે વૃક્ષારોપણના કામમાં એક કોન્ટ્રાક્ટરનો ભાવ 30 ટકા ઓછા અને અન્ય એક કોન્ટ્રાક્ટરના 18.98% ઓછા ભાવના ટેન્ડર આવ્યા છે જેને કારણે વિવાદ સર્જાયો છે.

પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા સ્થાયી સમિતિમાં ત્રણ ઝોનમાં રૂ.ત્રણ કરોડની મર્યાદામાં વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જે રકમ અને ઓછા ભાવના ટેન્ડર ભરવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર ઝોન વિસ્તારમાં અલગ-અલગ જગ્યા પર પ્લાન્ટેશન કરવાના કામે ઈજારદાર આનંદ ફાર્મ એન્ડ નર્સરીનું ભાવપત્ર જે અંદાજીત ભાવથી 30% ઓછાનું ભર્યું છે અને રૂ.1 કરોડની મર્યાદામાં વર્ષ દરમ્યાન કામગીરી કરાવવામા આવશે.

એ જ પ્રમાણે દક્ષિણ ઝોન વિસ્તારમા પ્લાન્ટેશન કરવાના હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન દ્વારા રજુ કરવામાં આવેલા ભાવ પત્રમાં અંદાજિત ભાવ કરતા 18.98 % ઓછા ભાવ ભર્યા છે અને રૂ.1-કરોડની મર્યાદામાં ખર્ચ કરશે. પુર્વ ઝોન વિસ્તારમાં પણ પ્લાન્ટેશન કરવાના વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશને મેળવવા તેઓએ  અંદાજીત ભાવથી 18.98 % ઓછા ભાવ ભર્યા છે.પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ ઝોનના કામોમાં એક કોન્ટ્રાક્ટરે 30 ટકા ઓછા ભાવ ભર્યા છે ત્યારે અન્ય એક કોન્ટ્રાક્ટરે બે ઝોનના કામ માટે 18.98% ઓછા ભાવ ભર્યા છે. હવે જોવાનું રહેશે કે, ભાજપની સંકલન સમિતિ વહીવટી તંત્રએ મોકલેલી દરખાસ્ત મંજૂર કરશે કે પછી 30 ટકા ઓછા ભાવથી અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવશે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે અગાઉના બોર્ડમાં જ્યારે આ પ્રકારના કામો રજૂ થતા હતા ત્યારે ત્યારે જે સૌથી ઓછા ભાવનું ટેન્ડર હોય તે ભાવ પ્રમાણે અન્ય કોન્ટ્રાક્ટરના ભાવ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવતો હતો. હવે જોવાનું રહે છે કે નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક છે તે શું નિર્ણય કરે છે.