Gujarat

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ

By GS TEAM
24 Mar 20261 min read
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર  બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ  બાઇક આગમાં લપેટાઇ

વડોદરાઃ આજવારોડ સરદાર એસ્ટેટ નજીક આજે સવારે પેટ્રોલ પંપ ઉપર એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઇ હતી.

સરદાર એસ્ટેટ પાસેના પંપ ઉપર આકાશ નામના યુવકે બાઇકમાં ટાંકી ફુલ કરાવી હતી.ત્યારબાદ થોડે આગળ જઇને બાઇક સ્ટાર્ટ કરતાં જ ભડકો થયો હતો.જેથી તેણે તરત જ બાઇક સ્ટેન્ડ પર ચડાવી ખસી ગયો હતો.

આ સાથે જ અફરાતફરી સર્જાઇ હતી અને જોતજોતામાં આખી બાઇક આગમાં લપેટાઇ ગઇ હતી.પેટ્રોલપંપના સ્ટાફે ફાયરના સાધનો વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આગ કાબૂમાં નહિ આવતાં ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.પાણીગેટ ફાયર બ્રિગેડ આગ કાબૂમાં લઇ મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી.