વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા જીવ બચાવવા લોકો ટેરેસ પર ચડી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આજે પરોઢિયે એક બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગતા લોકો જીવ બચાવવા માટે ટેરેસ પર ચડી ગયા હતા.
વાઘોડિયા ચોકડી પાસે આવેલા આઠ માળના વિહાર એપાર્ટમેન્ટમાં પરોડીયા ચારેક વાગે બેઝમેન્ટના વાયરીંગની પેનલમાં શોર્ટ સર્કિટ થયા બાદ વાયરીંગ પેનલ મારફતે આગ ઝડપભેર ઉપરના માળે પ્રસરી હતી.
બનાવને પગલે ભારે બૂમાબૂમ થઈ જતા લોકોએ જીવ બચાવવા માટે નાશ ભાગ કરી મૂકી હતી. કેટલાક લોકો ટેરેસ પર પણ દોડી ગયા હતા. આ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા પાણીગેટ અને ગાજરાવાડી સહિતની ચાર ફાયર ટીમો આવી ગઈ હતી.
ફાયરની ટીમોએ આગ કાબુમાં લેવાની સાથે સાથે રેસ્ક્યુનું પણ કામ કર્યું હતું અને 30થી વધુ લોકોને બચાવી લીધા હતા. આ બનાવને કારણે લોકોને ભારે નુકસાન વહેતું પડ્યું છે પરંતુ સારા નસીબે મોટી જાનહાની ટળી છે.









