Gujarat
વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ
By GS TEAM
8 Jan 20261 min read
વડોદરામાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે ત્યારે આજે વહેલી સવારે વધુ એક બનાવ બનતા લોકો ભેગા થઈ ગયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરામાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે ત્યારે આજે વહેલી સવારે વધુ એક બનાવ બનતા લોકો ભેગા થઈ ગયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરામાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે ત્યારે આજે વહેલી સવારે વધુ એક બનાવ બનતા લોકો ભેગા થઈ ગયા હતા.
છાણી રોડ પર વેદા-2 ખાતે આજે વહેલી સવારે એક કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગ વધુ પ્રસરી રહી હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા થોડી જ વારમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. ઉપરોક્ત બનાવનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ સારા નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.