Get The App

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ 1 - image

મોડી રાત્રે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી

શોર્ટ સકટના કારણે ભભૂકેલી આગને કાબુમાં લેવા નગરપાલિકા અને આઇઓસીની ટીમો મેદાનમાં ઃ કોઈ જાનહાનિ નહીં

વિરમગામવિરમગામ શહેરના હાર્દ સમાન ગોળ પીઠા વિસ્તારમાં ગુરુવારે રાત્રે આશરે નવ વાગ્યાના અરસામાં તૈયબભાઈ અમીરભાઈની એશિયન પેન્ટ્સ કલરની એજન્સીમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ર્ટ સકટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી અને કલરના ડબ્બા હોવાથી આગ વધુ પ્રસરી હતી.

ઘટનાની જાણ થતા જ વિરમગામ નગરપાલિકાના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા. જોકે, આગ પર કાબુ મેળવવો મુશ્કેલ જણાતા ઇન્ડિયન ઓઇલ કોર્પોેરેશનના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. સતત સાત કલાક સુધી વોટર બાઉઝર અને અગ્નિશામક સાધનો વડે પાણીનો મારો ચલાવી આગને આસપાસની દુકાનોમાં પ્રસરાતી અટકાવવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૃપે સમગ્ર વિસ્તારનો પાવર કાપી દેવાયો. ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરી સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીને મોટું આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગોળ પીઠા વિસ્તારમાં અનાજ, કરિયાણું, તેલ અને લાકડાની લાટીઓ જેવી જ્વલનશીલ વસ્તુઓની હારમાળા હોવાથી જો આગ સમયસર કાબુમાં ન આવી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત.