Gujarat

અમદાવાદ: પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

By GS TEAM
5 Oct 20251 min read
TukuTouch Logo
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે (5 ઓક્ટોબર) આગનો બનાવ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આગના બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

Ahmedabad News : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે (5 ઓક્ટોબર) આગનો બનાવ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આગના બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, શહેરના પાલડીમાં હોસ્પિટલમાં આગ લાગતાં 3 ફાયર ફાઈટરની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

આ પણ વાંચો: અમદાવાદમાં ફ્રી પિત્ઝા માટે પડાપડી, લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ ટો કરી ગઈ

સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું. જ્યારે ક્યાં કારણોસર આગ લાગી તેને લઈને જાણકારી મળી નથી, ત્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.