Gujarat

જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી

By GS TEAM
17 Feb 20261 min read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે મહા શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ઘર્ષણ બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી

Kirti Patel Controversy: સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે જુનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ઘર્ષણ બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 

મળતી માહિતી અનુસાર, PI કે.જે મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરૂદ્ધ ગેરવર્તન બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ નાગા સાધુઓ સાથે દેખાઈ રહી છે. જૂના અખાડામાં સાધુ સંતો સાથે તેણે વીડિયો બનાવ્યો છે. જેમાં તે ઓમ નમો નારાયણ અને હર હર મહાદેવના નાદ લગાવી રહી છે. ત્યારે કીર્તિ પટેલ સામે ફાટી નીકળેલા સાધુ સંતોના રોષ વચ્ચે વધુ એક વીડિયો સામે આવતા આ ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે.