Gujarat

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ

By GS TEAM
24 Jan 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં પશુપાલકો દ્વારા પોતાના ઢોરને દોહી લેવાયા બાદ એંઠવાડ ખાવા રખડતા છૂટા મૂકી દેતા હોય છે. પરિણામે રખડતા ઢોરે રાહદારીઓને શિંગડે ચડાવ્યાના બનાવો બનતા રહે છે. ત્યારે નવાપુરા વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ પકડેલી બે ગાય છોડાવવા આવેલા ગૌ પાલક વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા ફરીયાદ નોંધાવતા નવાપુરા પોલીસે કાનૂની કાર્યવાહી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ

Vadodara : વડોદરા શહેરમાં પશુપાલકો દ્વારા પોતાના ઢોરને દોહી લેવાયા બાદ એંઠવાડ ખાવા રખડતા છૂટા મૂકી દેતા હોય છે. પરિણામે રખડતા ઢોરે રાહદારીઓને શિંગડે ચડાવ્યાના બનાવો બનતા રહે છે. ત્યારે નવાપુરા વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ પકડેલી બે ગાય છોડાવવા આવેલા ગૌ પાલક વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા ફરીયાદ નોંધાવતા નવાપુરા પોલીસે કાનૂની કાર્યવાહી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગૌ પાલકો પોતાના રખડતા પશુને નિયત સમયે દોહવા માટે શોધીને લઈ આવતા હોય છે. દોહી લીધા બાદ એઠવાડ ખાવા પોતાની ગાય સહિતના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે. પરિણામે આવા રખડતા ઢોરના કારણે કેટલીય વાર અકસ્માતો સર્જાયા છે. રાહદારીઓને પણ અનેકવાર સિંગડે ચડાવવાના બનાવો પણ નોંધાયેલા છે. દરમિયાન પાલિકાની ઢોર પાર્ટીએ રખડતા ઢોરને પકડવા માટે નવાપુરા, એસએસસીની જુની ઓફિસ પાસેથી પાલિકાની ઢોર પાર્ટીએ રસ્તે રખડતી બે ગાયને ગઈ તા. 21ની બપોરે પકડી લાલબાગના ઢોર ડબ્બામાં પૂરી દીધી હતી. આ અંગે પશુ માલિક રબારી ભાવેશ હસમુખભાઈ (રહે. રબારીવાસ, ખંડેરાવ મંદિર પાછળ, નવાપુરા) આધાર પુરાવા સાથે પોતાની ગાય-ઢોર છોડાવવા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પરિણામે પાલિકા તંત્રના કેટલ પોન્ડ સુપરવાઇઝર વિજય પંચાલે રખડતા ઢોરથી કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ બને એવી રીતે છુટા મૂકી દીધા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેથી નવાપુરા પોલીસે બના અંગે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.