એસ.ટી., પોલીસ અને આરટીઓની સંયુક્ત ડ્રાઈવ
181 વાહન જપ્ત, ૧૯૭૦ વાહનચાલકોને મેમા ફટકારવામાં આવ્યા
ભાવનગર - ભાવનગર એસ.ટી. વિભાગની સુરક્ષા ટીમ, પોલીસ અને આટીઓના સ્ટાફે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અલગ-અલગ જગ્યાએ સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ યોજી હતી. જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી ૨૯.૬૪ લાખ રૃપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત એપ્રિલ-૨૦૨૫માં ૨૮ વાહન ડિટેઈન, ૧૪૩ મેમા ફટકારી રૃા.૨,૩૧,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મે-૨૫માં ૩ વાહન ડિટેઈન, ૧૬૫ મેમો આપી રૃા.૧,૬૫,૫૦૦નો દંડ, જૂન-૨૫માં ૧૦ વાહન ડિટેઈન, ૧૬૩ મેમો અને રૃા.૨,૨૩,૫૦૦નો મેમો દંડ, જુલાઈ-૨૫માં ૧૬ વાહન જપ્ત, ૧૫૪ મેમો આપી રૃા.૨,૩૦,૬૦૦નો દંડ, ઓગસ્ટ-૨૫માં ૨૬ વાહન ડિટેઈન, ૧૮૨ મેમો ફટકારી રૃા.૩,૯૨,૫૦૦નો દંડ, સપ્ટેમ્બર-૨૫માં ૧૧ વાહન ડિટેઈન, ૧૪૮ મેમો, રૃા.૨,૭૧,૫૦૦નો દંડ, ઓક્ટોબર-૨૫માં ૧૮ વાહન ડિટેઈન, ૧૦૪ મેમો, રૃા.૫૪,૩૦૦નો મેમો દંડ, નવેમ્બર-૨૫માં ૧૩ વાહન ડિટેઈન, ૧૮૯ મેમો ફટકારી રૃા.૩,૨૭,૦૦૦નો દંડ, ડિસેમ્બર-૨૫માં ૧૪ વાહન જપ્ત, ૧૭૪ મેમો, રૃા.૧,૯૬,૨૦૦નો
દંડ, જાન્યુઆરી-૨૦૨૬માં ૧૧ વાહન ડિટેઈન, ૨૩૭ મેમો, રૃા.૩,૫૦,૦૦૦નો દંડ, ફેબુ્રઆરી-૨૬માં ૧૬ વાહન ડિટેઈન, ૧૫૨ મેમો અને રૃા.૨,૯૮,૫૦૦નો દંડ તેમજ માર્ચ-૨૬માં ૧૫ વાહન ડિટેઈન, ૧૫૯ મેમો, રૃા.૩૬૦૦ ડિટેઈન દંડ અને રૃા.૨,૨૩,૨૦૦નો મેમો દંડ મળી ૧૨ મહિનામાં કુલ ૧૮૧ વાહન ડિટેઈન, ૧૯૭૦ મેમો, રૃા.૩૬૦૦નો ડિટેઈન અને રૃા.૨૯,૬૪,૩૦૦નો મેમો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું ભાવનગર એસ.ટી.ના સિક્યુરીટી ઓફિસર જે.પી. ગોહિલે જણાવ્યું હતું.


