Get The App

નડિયાદના પીજ રોડ પર ચારિત્ર્ય પર શંકાના મામલે મારામારી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદના પીજ રોડ પર ચારિત્ર્ય પર શંકાના મામલે મારામારી 1 - image

મહિલા સાથે વાતચીત કરવાના મુદ્દે ઝપાઝપી કરીને ઝઘડો કર્યો, ત્રણ શખ્સ સામે ફરિયાદ

નડિયાદ: નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ કેનાલ પાસે આણંદના એક યુવક પર ચારિત્ર્યની શંકા રાખી હુમલો કરાયો હતો. આ મામલે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. 

આણંદના બાકરોલ રોડ પર આવેલા ન્યુ સંકેત સંતરામ સોસાયટીમાં રહેતા અને ડી.જે.નો વ્યવસાય કરતો હર્ષકુમાર મુકેશ સરગરા એક્ટિવા લઇને નડિયાદ પીજ રોડ કેનાલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે મહિલા મળી જતા હર્ષકુમારે એક્ટિવા ઉભી રાખીને વાતચીત કરી હતી. દરમિયાન મહિલાનો પતિ આવ્યો હતો અને બંને વચ્ચેના સંબંધો પર શંકા રાખી અપશબ્દો કર્યાં હતા. શખ્સે તેના સંબંધીઓને બોલાવ્યા હતા. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ઝપાઝપીમાંથી મારામારી થઇ હતી અને લોકો એકઠા થઇ હતા. આ મામલે પોલીસે કમલેશ મારવાડી, ઉમેશ મારવાડી, રીન્કુ મારવાડી સામે ફરિયાદ નોંધાઇ છે.