Gujarat

વડોદરાના દંતેશ્વરમાં મોડી રાત્રે સ્ક્રીન પર પિક્ચર જોવા બાબતે મારામારી

By GS TEAM
1 Sep 20251 min read
TukuTouch Logo
ગણપતિ દાદાનું પિક્ચર સ્ક્રીન પર જોતા હતા અને મારા ઘરે જવાના રસ્તા પર સ્પીકર મૂક્યું હતું તે સ્પીકરને મારાથી ધક્કો વાગતા આરોપીઓએ મને ગાળો બોલી લાકડી અને પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના દંતેશ્વરમાં મોડી રાત્રે સ્ક્રીન પર પિક્ચર જોવા બાબતે મારામારી

Vadodara Crime : દંતેશ્વર ડેરાવાળા ફળિયામાં રહેતા મગનભાઈ બુધાભાઈ પઢિયારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે અમારા ફળિયામાં સ્ક્રીન ઉપર ગણપતિ દાદાનું પિક્ચર નાના બાળકોને બતાવતા હતા અને નાના બાળકો સ્ક્રીન પર પિક્ચર જોતા હતા. તે વખતે અમારા ફળિયામાં રહેતા અજય નટવરભાઈ પઢીયાર આવીને તેના મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું અને બાજુમાં મુકેલા સ્પીકરને લાત મારીને પાડી દીધા હતા. મને ગાળો બોલે લોખંડની પાઇપ લઇ આવી માથામાં મારી દેતા હું નીચે પડી ગયો હતો. મારો ભત્રીજો મને છોડાવા વચ્ચે પડતા અન્ય આરોપીઓએ પણ ભેગા મળીને હુમલો કર્યો હતો. પોલીસે અજય પઢિયાર, સુનિલ, ગીતાબેન પઢીયાર તથા ભારતીબેન સામે દાખલ કર્યો છે.

 જ્યારે સામા પક્ષે અજય પઢીયારએ રાજેન્દ્ર પઢિયાર, મગનભાઈ, હરીશભાઈ, સંદિપ પઢિયાર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા ફળિયામાં નાના છોકરાઓ તથા અન્ય વ્યક્તિઓ ગણપતિ દાદાનું પિક્ચર સ્ક્રીન પર જોતા હતા અને મારા ઘરે જવાના રસ્તા પર સ્પીકર મૂક્યું હતું તે સ્પીકરને મારાથી ધક્કો વાગતા આરોપીઓએ મને ગાળો બોલી લાકડી અને પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો હતો. મારા માતા તથા બહેનો વચ્ચે પડીને મને બચાવ્યો હતો.