Get The App

કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો 1 - image

હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સાવ નાની બાબતમાં હિંસક બનીને મારા મારી પર ઉતરી આવતા હોય છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય મંદિર સ્કૂલમાં શનિવારે પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરાવતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ધક્કો વાગી જવાના કારણે કે પછી બેગ લેવાના બાબતે  બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી મારામારી શરૂ થઈ હતી .આ દરમિયાન ગેટ પાસેથી પસાર થઈ રહેલો શાળાનો અન્ય એક વિદ્યાર્થી છોડાવવા માટે વચ્ચે પડતા તેને ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓ ચાકુ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દીધું હતું .જેના કારણે તે લોહીલુહાણ  થઈ ગયો હતો. એ પછી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને સ્થળ પર સારવાર અપાઈ હતી.

જોકે એ પછી સમાધાન થઈ જતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીઓ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.