-ધ્રાંગધ્રા તાલુકા પોલીસની કાર્યવાહી
- પોલીસના દરોડામાં બંને આરોપી ફરાર : 20 હજારની કિંમતનો 700 લીટર આથો જપ્ત
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફને પેટ્રાલિંગ દરમિયાન મોટી માલવણ ગામની સીમમાં જુદા જુદા બે સ્થળો પર દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમી મળી હતી.
બાતમીને આધારે પોલીસ સ્ટાફ સહિતનાઓ દ્વારા મોટી માલવણ ગામની સીમમાં આવેલ દેવરાહાર તળાવના કાંઠે દરોડો કરી દેશી દારૂ બનાવવાનો ૪૫૦ લિટર આથો (કિં.રૂ.૧૧,૨૫૦) કબજે કરી હાજર નહીં મળી આવેલા મનસુખભાઇ ભોપાભાઈ સાવડીયા (રહે. મોટી માલવણ) વિરૂધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક દરોડામાં મોટી માલવણ ગામની સીમમાં વાડી ધરાવતા વસુભાઈ રાયાભાઈ સાવડિયાની વાડીની બાજુમાં દરોડો કરી દેશી દારૂ બનાવવાનો ૩૫૦ લિટર આથો (કિં.રૂ.૮૭૫૦)નો મુદામાલ કબજે કરી હાજર નહીં મળી આવેલ વસુભાઈ રાયાભાઈ સાવડીયા (રહે. મોટી માલવણ) વિરૂધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


