Gujarat
વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો
By GS TEAM
9 Apr 20261 min read

અમદાવાદ, ગુરુવાર
વટવામાં ચાર માળિયા મકાન પાસે રહેતી મહિલાએ પડોશમાં રહેતા ચાર સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૭ના રોજ તેમના પતિ બ્લોક નીચે બેઠા હતા ત્યારે એક આરોપીએ આવીને તમે કેમ મારા મામા સસરાને હેરાન કરો છો કહીને તકરાર કરી હતી જેથી ફરિયાદી મહિલા પતિ સાથે તકરારમાં વચ્ચે પડતાં તેઓએ સાથે મારા મારી કરતાં તે નીચે પડી ગયા હતા
ચાકુથી હુમલો કરતાં ફરિયાદી મહિલાને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાયા
આ સમયે એક શખ્સે તેમના ઉપર ચાકુથી હુમલો કરતાં ફરિયાદી મહિલાને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વટવા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી









