Get The App

દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો

પપ્પા મારે ફી ભરવાની બાકી છે, ફી આપો, મારૃં ભણવાનું બગડે છે

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા  પિતાએ માર માર્યો 1 - image

 વડોદરા,દીકરીએ ભણવા માટે ફી ની માગણી કરતા ઉશ્કેરાયેલા  પિતાએ પીવીસીની  પાઇપ વડે પુત્રીને માર માર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તરસાલી વિસ્તારમાં રહેતી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૮ મી તારીખે હું તથા મારી દીકરી ઘરે હાજર  હતા. તે દરમિયાન મારી નાની દીકરીએ તેના પિતાને કહ્યું કે, પપ્પા મારે ફી  ભરવાની બાકી છે, ફી આપો, મારૃં ભણવાનું બગડે છે. તે વાત સાંભળીને મારા પતિ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે પુત્રીને ત્રણ લાફા ઝીંકી  દીધા  હતા. પુત્રીએ બૂમાબૂમ કરતા હું તેને છોડાવવા દોડી  ગઇ હતી. મારા પતિએ વધુ ઉશ્કેરાઇને મને તથા મારી  પુત્રીને પીવીસીની પાઇપ વડે માર મારી માથા, હાથ અને પગ  પર ઇજા  પહોંચાડી હતી. તે દરમિયાન અન્ય સાસરિયાઓએ ગાળો બોલી માર માર્યો હતો. મારા દાગીના પણ તેઓએ કાઢી  લીધા હતા. મારા  પતિએ બ્લેડ જેવા હથિયાર વડે મારા બંને  હાથ પર ઇજા પહોંચાડી હતી.