Get The App

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા 1 - image


Vadodara XUV Car Accident : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે એક વિચિત્ર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

એકનું મોત, ચારને ઈજા

આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મુંબઈના રહેવાસી 51 વર્ષીય મજહરૂદ્દીન અન્સારીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળેથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કારને માંડ સીધી કરીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ

જરોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અકસ્માત અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જરોદ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં યુવક પર ધોકા-પાઈપથી હુમલો: રાજભા ગઢવીના સંબંધી પર આક્ષેપ

Tags :