જામ ખંભાળિયામાં ગોઝારો અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ ટેમ્પોનો કચ્ચરઘાણ, બે લોકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khambhaliya Road Accident Aradhna Dham : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા આરાધના ધામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે અંદાજે 3:28 વાગ્યાની આસપાસ એક ટેમ્પો (GJ18GB5258) પૂરઝડપે જઈ રહ્યો હતો તે દરમિયાન આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 3 પૈકી 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક 14 વર્ષીય કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
2 કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કઢાયા
અકસ્માત એટલો ભીષણ હતો કે ટેમ્પોનો બુકડો બોલી ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા સતત 2 કલાકની ભારે જેહમત અને કટર વડે વાહનના પતરાં કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
14 વર્ષીય કિશોરની હાલત નાજુક
આ અકસ્માતમાં 14 વર્ષીય અર્જુન મહીલાન નામનો કિશોર ગંભીર રીતે ઘવાયો છે. તેને મલ્ટિપલ ઈંજરી પહોંચી છે. ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમે ઈજાગ્રસ્ત કિશોર તથા મૃતકોને તાત્કાલિક ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બે લોકો મૃત્યુ પામ્યા અને એક ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં અર્જુન ખેમલાલ મહિલાંગ અને કમલેશ ગડુ નામની વ્યક્તિના મોત થયા છે, જ્યારે કૌશિક પરમાર નામની વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.









